જાતે શીખો

Cyber Crime | સાયબર ક્રાઇમ સબંધી ગુન્હાઓ અટકાવવા માટેના તકેદારીના પગલા.

સાયબર ક્રાઈમ સંબંધિ ગુન્હાઓ અટકાવવા માટેના તકેદારીના પગલા.

Precautionary measures to prevent cyber crime related crimes, precautionary measures to prevent cyber crime, precautions to prevent cyber crime, measures taken to prevent cyber crime, prevention of cybercrime, prevention of cybercrime in india, how to protect cyber crime, how to keep safe from cyber crime, how to prevent cyber crime attacks, how to avoid cybersecurity attacks, police Staff and cyber crime team, cyber crime definition, cyber crime reporting, cyber crime statistics, cyber crime investigator, cyber crime cases, cyber crime examples, cyber crime analyst, cyber crime articles, cyber crime articles 2022, cyber crime books, cyber crime by country of origin, cyber crime complaint number, cyber crime cases 2022, cyber crime department

સમય છે સ્વ - સુરક્ષાનો.

🕵️ બેંક KYC: 

(૧) OTP PIN , TPIN કોઈ સાથે શેર ન કરો. 
(૨) ડેબીટ / ક્રેડીટ કાર્ડ(Debit Card-Credit Card)પાછળ આપેલો નંબર(CVV Number) કોઈ સાથે શેર ન કરો. 
(૩) ઓનલાઈન બેન્કિંગ અને કેટલીક અન્ય એપ્લિકેશનોમાં ઓનલાઈન ટ્રાન્જેકશન કરતા સમયે( MPIN ) માંગવામાં આવે છે . જેના દ્વારા ઓનલાઈન પૈસા ટ્રાન્સફર થઈ શકે છે . આ ( PIN ) અંગે કયારેય કોઈને જણાવવું નહિ. 
(૪) આર.બી.એલ. બેંક ક્રેડીટ કાર્ડ(RBL Bank Credit Card) ધારકોએ આર.બી.એલ. બેંક માંથી બોલુ છું એમ કહી તમારી તમામ વિગત આપશે તેમ છતા વિશ્વાસમાં આવી જવું નહી. જરૂરી લાગે તો બેંકમાં રૂબરૂ જઈ કાર્યવાહી કરવી. 
(૫) Paytm KYC કરવાના બહાને થતી છેતરપીંડીથી સાવધાન રહો. KYC માટે નજીકના KYC પોઈન્ટનો સંપર્ક કરો. 
(૬) પોલીસ કે બેંક કર્મચારી તરીકે કોઈ OTP ની માંગણી કરે તો OTP આપશો નહીં અને હંમેશા એ ધ્યાનમાં રાખો કે અજાણી લિંક પર કલીક કરશો નહી. 

🕵️ સોશીયલ મીડીયાનો દુર ઉપયોગ: 

(૧) ' ઘર બેઠા પૈસા કમાઓ ' આવા લલચામણી જાહેરાત અથવા મેસેજથી છેતરાશો નહિ. 
(૨) વેક્સીન નોંધણીના નામે થતી છેતરપીંડીથી સાવધાન રહો.  
(૩) કોન બનેગા કરોડપતિ કે અન્ય કોઈ લોટરી લાગી છે તેમ જણાવી તે મેળવવા માટે આટલો ચાર્જ ચૂકવવો પડશે એમ કહી પૈસા પડાવે તો વિશ્વાસ કરવો જોઈએ નહિ. 
(૪) તમારા નજીકના મિત્ર સોશીયલ મીડીયા મેસેન્જર મારફતે પૈસાની માંગણી કરે તો તેમને કોલ કરી ખાતરી કરી લેવી.
(૫) સોશીયલ મીડીયા પર સસ્તા ભાવે માલનુ વેચાણ કરવાની જાહેરાત પરથી નંબર મેળવી માલ મંગાવવો નહિ. 
(૬) અસ્લીલ સામગ્રીને ઓનલાઈન વોટ્સએપ(whatsapp) કે ફેસબુક(facebook) પર પ્રકાશીત કરશો નહિ. 
(૭) કોઈપણ અસ્લીલ સામગ્રીની ઓનલાઈન હેરફેર , પ્રકાશન અથવા પ્રસારણ એ ગેરકાયદેસર અને શિક્ષાત્મક છે. 
(૮) આપના સોશીયલ મીડીયા એકાઉન્ટને પણ "THREE STEP SECURITY" ( PASSWORD , PATTERN , FINGER PRINT ) થી સુરક્ષીત કરો.
(૯) મોબાઈલ કેમેરા , ફોનબુક , કોન્ટેકટ , ગેલેરી READ/WRITE ના એક્સેસ માંગતી એપ્લીકેશન "ALLOW" કરતા પહેલા તે એપ માટે તેની જરૂરીયાત છે કે કેમ તે ચોક્કસ તપાસો. 

🕵️ ગેમ રમવાથી થતું નુક્સાન: 

(૧) ફ્રી ગેમ એપ્લિકેશન કે ફ્રી ગીફટ કેશ વાઉચરના નામે આવતી લીંક દ્વારા આપનો મોબાઈલ હેક થઈ શકે છે. 
(૨) ઓનલાઈન અભ્યાસ માટે બાળકોને મોબાઈલ આપતા વાલીઓએ હંમેશા તેમનુ બાળક અભ્યાસની સાથે સાથે બીજુ શું જોવે છે તેનું નિયમીત ધ્યાન રાખો. અથવા સાયબર એક્સપર્ટની મદદથી લિમીટેડ સર્ચ કરી શકાય તેવું સેટીંગ ગોઠવવું જોઈએ. 
( ૩ ) ઓનલાઈન ગેમ જેવી કે પબજી(pubg) , ફી ફાયર(Free Fire) અથવા કોઈપણ ગેમ રમવા માટે રીચાર્જ કરવા બાળકો ઘરેથી પૈસા ચોરી કરે તેની તકેદારી માતા - પિતાએ ખાસ રાખવી જોઈએ. 

🕵️ આર્મીતા નામે થતુ ફોડ: 

( ૧ ) OLX પરથી મંગાવેલ માલ ચેક કર્યા બાદ જ પેમેન્ટ કરવું અને માલ ડુપ્લીકેટ કે અલગ ગુણવતાનો આવે તો કેશ ઓન ડિલીવરી કરતા પહેલા કુરીયર બોય સાથે નજીકના પોલિસ સ્ટેશન જવું અને માહિતી આપવી . 
( ૨ ) OLX પરથી સેકન્ડ હેન્ડ વસ્તુઓ ઓનલાઈન ખરીદ / વેચાણ વખતે સતર્ક રહો.

🕵️ ઓનલાઇન ખરીદી કરતી વખતે શું ધ્યાન રાખવું:

( ૧ ) લોભામણી જાહેરાત અથવા ફ્રી કે સસ્તી વસ્તુઓથી લલચાશો નહિ. 
( ૨ ) ઓનલાઈન શોપીંગ(Online Shopping) કરતા પહેલા તેની વિશ્વસનીયતાની ખાતરી કરો. 

🕵️ મોબાઇલ નેટ અને ફ્રી વાઇફાઇ વાપરતી વખતે શું ધ્યાત રાખવું:

( ૧ ) ફ્રી ઈન્ટરનેટના નામે થતી છેતરપીંડીથી સાવધાન રહો. 
( ૨ ) ગુગલ પરથી કોઈ કસ્ટમર કેર(CustomerCare)નો નંબર મેળવતી વખતે લેન્ડલાઈન નંબર જ મેળવો. કસ્ટમર કેર નંબર કયારેય મોબાઈલ નંબર હોતો નથી તેનુ ધ્યાન રાખો. 
( ૩ ) જો કોઈ અજાણ્યા નંબર પરથી તમારા સ્માર્ટ ફોન માં વિડીયો કોલ આવે તે ઉપાડતા પહેલા સાવચેત રહો, જેથી બ્લેકમેઈલીંગના શિકારથી બચી શકો છો. 
( ૪ ) અજાણી વ્યકિત કોલ કરી QUICK SUPPORT , TEAM VIEWER , ANYDESK જેવી એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહે તો કરશો નહિ. 
( ૫ ) ચાઈલ્ડ પોર્નોગ્રાફી(Chid Pornography) મટીરીયલ રાખવું, ડાઉનલોડ કરવું, શેર કરવું, સર્ફીંગ કરવું, અપલોડ કરવું એ અપરાધ છે. 

🕵️ મહિલા સુરક્ષા માટે આટલું ધ્યાન રાખો:

( ૧ ) જાહેર જગ્યાએ (રવિવારી માર્કેટ, શાક માર્કેટ) માં કિંમતી ઘરેણા પહેરીને અથવા કિંમતી વસ્તુઓ શકય હોય તો લઈને જવું નહિ. 
( ૨ ) અજાણ્યા વ્યક્તિ સાથે ઈન્ટાગ્રામ(Instagram), વોટ્સએપ(whatsapp) કે ફેસબુક(facebook)માં વાત કરવી અને ફોટા મોકલવા એ જોખમી બની શકે છે. સોશીયલ મીડીયાનો ઉપયોગ કરતી વખતે (ખાસ કરીને મહિલાઓએ) પર્સનલ માહિતી શકય હોય તો શેર કરવી જોઈએ નહિ. 
( ૩ ) ઈન્સ્ટાગ્રામ(#instagram) કે વોટ્સએપ(#whatsapp)પર અજાણ્યા વ્યકિત સાથે વાતચીત કરવામાં સાવધાની રાખવી જોઈએ. 

🕵️ ઓનલાઇન ટ્રાન્સફર:

(૧) તમારી બેંક એપ્લીકેશનની કે અન્ય કોઈપણ એપ્લીકેશનની મદદથી રૂપિયા ટ્રાન્સફર કરો છો ત્યારે (UPIPIN) કે (MPIN) કોઈ જોડે શેર કરશો નહિ. 
(૨) આપના મોબાઈલમાં બેંકિંગ સંબંધીત એપ્લીકેશનને ફીંગર પ્રિન્ટ , પેટર્ન અને પાસવર્ડ લોક એમ "THREE STEP SECURITY" થી સુરક્ષીત કરો . 

🕵️ અન્ય બાબતો:

(૧) આપનો મોબાઈલ પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખો અને અજાણી કે જાહેર જગ્યાએ ફોન ચાર્જમાં મુકતી વખતે ધ્યાન રાખો. 
(૨) પોલીસ, બેંક કર્મચારી, કસ્ટમ કે એકસાઈઝ અધિકારી તરીકે આવતા ફેક કોલ (PHISHING CALL) થી સતર્ક રહો તથા અજાણી ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારતા પહેલા ખરાઈ કરો. 

ગુજરાત પોલીસ વતી આપ સહુને વિનંતી છે કે આ માહિતી ને વધુ ને વધુ લોકો સુંધી પહોચાડો જેથી કરીને લોકો આવા સાયબર ક્રાઇમ સબંધી ગુન્હાઓથી બચી શકે.

સહકાર બદલ આભાર ...🙏

#cybercrime | Police Staff & Cyber Crime Team.

Post a Comment

0 Comments