જાતે શીખો

જો તમારે સફળ થવું હોય તો 30 વર્ષની ઉંમર પહેલાં આ જાણી લ્યો, Do This Before You Turn at age of 30

જો તમારે સફળ થવું હોય તો 30 વર્ષની ઉંમર પહેલાં આ જાણી લ્યો.


#snehdesai #motivation #inspiration #growth #success #mindset #luxury #lifestyle #improvement #achievements #life #section #older #diffrent #opportunities #successful #knowledge #productive #life


જો તમારે સફળ થવું હોય તો 30 વર્ષની ઉંમર પહેલાં આ જાણી લ્યો...

દરેક વ્યક્તિનું જીવન વિવિધ વિભાગોમાં વહેંચાયેલું છે. જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ થાય છે, તેની પાસે તકો ઘટતી જતી હોય છે.

આ પોસ્ટ દ્વારા તમે જાણી શકશો કે તમે 30 વર્ષની ઉંમર પહેલા કેવી રીતે સફળ બની શકો છો ??

આ પોસ્ટ ને છેલ્લે સુધી વાંચો, જેથી પાછળથી તમને તમારા ભાવિ જીવનમાં કોઈ અફસોસ ન થાય.

આ ઉપરાંત આ પોસ્ટ તમેને તમારા જીવન થોડું વધુ જ્ઞાન ઉમેરવા અને તમારા જીવનમાં સફળતા મેળવવા માટે ઉપયોગી બની રહેશે.

દુનિયાની સૌથી ઊંચી ઈમારત(building) બુરઝખલીફા ૧૬૦ માળ ઉપર જવા માટે તે લોકો મેં -૬૦ માળ અંદર તેનું ફાઉન્ડેશન(foundation) સેટ કર્યું.જો તમે પણ તમારી જિંદગી માં ઊંચાઈ પર જવા માંગતા હોવ તો ૩૦ વર્ષ ની ઉમર સુંધીમાં તમે જે કરો છો તે તમારું ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરે છે અને એમાં જો ૩ વસ્તુને અપનાવી લીધી જે હું અહીં બતાવી રહ્યો છું તો તમે તમારી જિંદગી માં સુપર સક્સેસ ફુલ(Successful) થઈ શકો છો.

હાઈ, જાતે શીખો(Jate Sikho) ની સોસીયલ સાઈટ(Social Site) માં તમારું સ્વાગત છે, જો તમે આ સાઈટ પર પહેલી વાર આવ્યા છો તો સાઈટ ને સબ્સ્ક્રાઇબ(Subscribe) કરી શકો છો જેથી કરીને આ પ્રમાણે ની લાઈફ ચેંજિંગ પોસ્ટ નિયમિત રીતે મેળવી શકો.

#૧ સેલ્સ નો અનુભવ(Get Sales Experience):

૩૦ વર્ષ ની ઉમર સુંધી ૩ સૌથી જરૂરી જે છે તેમાં સૌથી પહેલું છે તે સેલ્સ નો અનુભવ , જયારે કોઈ પેરેન્ટ્સ પૂછે કે મારુ બાળક ૧૦મુ ધોરણ પાસ કર્યું -૧૨ મુ પાસ કર્યું અત્યારે તેને કોઈ અનુભવ દેવો છે તો કઈ ફિલ્ડ માં દેવો જોઈએ તો તેનો જવાબ છે તેને કોઈ ટેલી માર્કેટિંગ(Telemarketing) કે ટેલી સેલ્સ(Telesales) પર મોકલી દયો અથવા કોઈ પણ ફિલ્ડ માં સેલ્સ ના કામ નો અનુભવ કરાવો કેમકે  સામાન્ય રીતે માણસ સેલ્સ થી દૂર ભાગે છે તેનું કારણ છે કે આપણને રિજેકશન ને ફેસ કરવું સારું નથી લાગતું જયારે લોકો આપણેને ના પડે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે ડિપ્રેસ(Depression) થઈ જઈએ છીએ અને તે પરિસ્થિતિ નો સામનો કરવો ખુબજ મુશ્કેલ લાગે છે. પરંતુ સેલ્સ નો અનુભવ જેટલી ઓછી ઉંમરમાં તમને મળ્યો હશે તેટલું ''ના'' નો જવાબ સાંભળતા શીખી શકશો, રિજેકશન(rejection) નો સામનો કરતા શીખી શકશો.

દુનિયા માં સહુથી વધારે જો ડર સામાન્ય રીતે લોકો માં જોવા મળતો હોય તો તે છે ફિઅર ઓફ રિજેકશન(Fear of rejection)- સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. પરંતુ લોકો ને આ રિજેકશન ના ડર માંથી બહાર નીકળવાની જરૂરત છે એટલે જ સૌથી પહેલા સેલ્સ નો અનુભવ કરવો જરૂરી છે. તમે જયારે સેલ્સ નો અનુભવ કરો છો ત્યારે તમે દરરોજ નવા લોકોને મળો છો, હરરોજ નવી પરિસ્થિતિ નો સામનો કરો છો, હરરોજ અલગ-અલગ ઓબ્જેકશન(Objection) ને ફેસ કરો છો, સેલ્સ ની ફિલ્ડ માં જયારે તમે જાવ છો તો તમને દરરોજ પોતાની જાત ને ઈમ્પ્રોવ(improve) કરવાનો મોકો મળે છે, સેલ્સ(seals) = ફીડ બેક(feed back) કે શું તમે સારું પર્ફોમન્સ(performance) કર્યું કે કેમ, તમે સારું કોમ્યુનિકેશન(Communication) કર્યું કે કેમ, તમે સારી રીતે સામે વળી વ્યક્તિ સાથે ટ્રસ્ટ કે રેપો બિલ્ડ કરી શક્યા કે કેમ. જો આ સારી રીતે કરી શકો તો તમારા માટે સેલ્સ ખુબજ સરળ બની જાય છે, પરંતુ માણસ જેટલો સેલ્સ ની ફિલ્ડ માં કામ કરે છે પછી ભલે તે કોઈના દરવાજા ને ખટખટાવી ને કોઈના ઘરે જઈને સેલ્સ નો ડેમો(demo) દેવાનો હોય કે ફોને ઉપર વાત કરવાની હોય કે વન ટુ વન મેટિંગ(one to one meeting) કે વન તો મેની મેટિંગ(one to meny metting) હોય તેટલો તે અનુભવી બને છે. અને આ અનુભવ પોતાની જિંદગી માં ખુબજ મહત્વનો બની રહે છે, આ અનુભવ થી જ આપણા જીવન નો મોટા ભાગ નો વિકાસ થાય છે, આ અનુભવ થી જિંદગી માં કયારેય પણ અસફળતા મળે કે નુકશાન થાય અથવા તો કોઈ આપણને ના પાડી દે કે આપણા આઈડિયા નો સ્વીકાર નો કરે ત્યારે આપણે હાર માની નથી લેતા અને આપણી જાતને ડાઉન ફીલ(down feel) નથી કરતા કે ડિપ્રેસન(Depression) માં નથી આવતા, સેલ્સ ના અનુભવથી આપણે ક્યારેય હાર માની લેતા નથી.

તમે આ સાંભળી ને આચર્ય ચકિત થઈ જશો કે દુનિયા માં સૌથી ટોપ  ૧૦ લીડર્સ છે , સી.ઈ.ઓ(C.E.O) અને એમ.ડી(M.D) છે તેના માંથી કહેવાય છે કે ૮૦% થી પણ વધારે ક્યાંક ને ક્યાંક તેઓ સેલ્સ માં જોડાયેલા હતા, તેઓ તે પોતાનું કેરિયર જ સેલ્સ થી શરુ કર્યું હતું અને તેને લીધે જ આજે તેઓ આ લેવલ(level) સુંધી પહોંચી શક્યા છે. જેઓ એ સેલ્સ નો અનુભવ નથી કર્યો તેઓ જલ્દી થી ગેવ ઉપ(Gave up) કરી દે છે, પરંતુ જેઓ હાર નો સામનો કરી ચુક્યા છે, લોકો ની ગાળો નો સામાનોં કરી ચૂંકુયાં છે તે માણસ જિંદગી માં ક્યારેય પણ હાર નથી માનતા.

#૨ આત્મનિર્ભર બનો(Be Independent):

બીજી વસ્તુ કે જે ૩૦ વર્ષ પહેલા કરવાની છે અને તે છે કે ઈન્ડિપેન્ડન્ટ(આત્મનિર્ભર) બની જાઓ. આપણે ઘણી જગ્યા એ જોતા હોયીએ છીએ કે બાળકો પોતાના માતા પિતા ઉપર નિર્ભર રહેતા હોય છે, મારા માતા પિતા મને ભણાવે - ગણાવે, પૈસા આપે તો હું મારી લાઈફ માં કંઈક કરી શકું, તો મને નોકરી મળે, તો હું  મારો પોતાનું સ્ટાર્ટ  અપ કરું કે પોતાનો કોઈ ધંધો કરું.

ચાલો હું તમને કહું(Let me tell you this)...

એક બાળક તરીકે તમે જે તમારા માતા પિતા પાસે થી આશા રાખો છો તે કેમ નહિ તમે તમારા માટે, તે તમે પોતે તમારા પોતાના દમ પર તૈયાર(create) કરો.

તમને સાંભળી ને આશ્ચર્ય થશે કે શું આ સંભવ છે? તેનો જવાબ છે...હા !

તેના માટે એક સિમ્પલ સોલ્યુસન(simple Solution) છે અને તે એટલે સેવિંગ્સ(savings). સેવિંગ્સ શરૂ કરી દયો, જે પૈસા તમે હોટેલ કે કેન્ટીન માં બરબાદ કરી રહ્યા છો, જે પૈસા તમે મોંઘા મોબાઈલ ફોન પાછળ વેડફી રહ્યા છો, જે પૈસા તમે તમારા મિત્ર સાથે પાર્ટી કરવામાં કે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ની પાછળ ઉડાવી રહ્યા છો અને તમારો તે કિંમતી સમય એવા લોકોને દઈ રહ્યા છો જે તમારા માટે કામના વ્યક્તિ ન હતા તો હવે થી તમારા આ પૈસા અને સમય સાચવવા નું ચાલુ કરી દયો અને આ જે પૈસા કે સમય છે તેને સાચી જગ્યા પર ઈન્વેસ્ટ(invest) કરવાનું શરૂ કરી દયો - સેવ(save) કરવાનું શરૂ કરી દયો જે લાંબા ગાળે તમને તમારા દમ પર કંઈક શરુ કરવામાં મદદ કરશે. જો આ પૈસા ને તમે કોઈ સારા ઇન્વેસ્ટમેન્ટ(investment) માં કન્વર્ટ(convert) કરી દયો જેમ કે કોઈ ગોલ્ડ(gold) - મ્યુચ્યુઅલ ફંડ(Mutual funds) જેવા કોઈ સેફ ઇન્વેસ્ટમેન્ટ જે સમય સાથે ધીરે - ધીરે એક સારો ગ્રોથ(growth) દઈ શકે અને તે જયારે તમારી પૈસા ની જરૂરત હોય , પોતાના દમ પર કંઈક શરૂ કરવા માટે ત્યારે તમને તેમાં રાહત મળી શકે. તમારે તે જગ્યા એ પૈસા મુકવા જોઈએ જેમાં તમે કઈ ના પણ કરો તો પણ તે વધે છે પણ તે જગ્યા એ થી પૈસા બચાવવાનું ચાલુ કરી દયો જે ડેપ્રિસિયેટિંગ(Depreciating) છે એવી વસ્તુ કે જેમની રીટર્ન વેલ્યુ કઈ નથી જેમકે  મોંઘા ઇલેકટ્રોનિક સાધનો ને ન ખરીદવી કે મોંઘી બર્થડે પાર્ટી ન કરી ને તમે આ પૈસા બચાવી શકો છો. ઓન લાઈન ડિસ્કાઉન્ટ ની લાલચ માં આવી ને જે વસ્તુ ની જરૂરત જ નથી પણ ડિસ્કાઉન્ટ મળતું હોવાને લીધે તે લઇ લેવું ન જોઈએ. જો તમારા લગ્ન થવાના હોય ૩૦ વર્ષ પહેલા તો લગ્ન માં મોંઘા ખર્ચ જેની જરૂરિયાત નથી તે અટકાવીને તમે પૈસા ને બચાવી શકો છો. આવી રીતે તમે બીજી ઘણી બધી જગ્યાએ થી અમુક બાબતો નું ધ્યાન રાખી ને તમે પૈસા બચાવી શકો છો જેનું તમે કોઈ ને કોઈ સારી જગ્યાએ ઈન્વેસ્ટ કરો અને તમે તેને ૩૦ વર્ષ પછી જોશો કે તે કેવી રીતે મલ્ટિપ્લાય(Multiply) થાય છે અને તમારા માટે ત્યારે લખપતિ કે કરોડપતિ બનવાનું આસાન થઈ જશે. જો આ રીતે તમે પૈસા નો બચાવ કરશો તો તમારે જિંદગીમાં ક્યારેય કોઈની પાસે હાથ ફેલાવવો નહિ પડે, નોકરી કે ધંધો કરીયે ત્યારે જ પૈસા બચાવવા એવું નથી જો તમે અભ્યાસ કરતા હોવ અને તમને તમારા માતાપિતા પાસે થી જે ખિસ્સા ખર્ચ(Pocket money) મળે ત્યારથી જ તમારે પૈસા બચાવવાની આદત પાડવી જોઇએ કારણકે આ સ્વભાવ પણ તમને આગળ જતા કામ લાગી શકે છે. 

તો મિત્રો અત્યારે જ નીચે કોમેન્ટ બોક્સ માં ટાઈપ કરી ને બતાઓ કે એવી કઈ વસ્તુ કે જગ્યા છે જ્યાંથી તમે આજ થી પૈસા બચાવવાનું ચાલુ કરવાના છો. જેમકે તમે લખી શકો છો કે હું દારૂ કે પાન-માવા-સિગારેટ ની આદત છોડી ને પૈસા બચાવીશ, કે એમેઝોન પ્રાઈમ કે નેટ ફ્લિક્સ ની મેમ્બર શિપ(membership) માંથી પણ તમે પૈસા બચાવી શકો છો.

#૩ સક્સેસફૂલ લોકોની સંગત માં રહો(Stay in the company of successful people):

ત્રીજી વસ્તુ જે તમારે ૩૦ વર્ષ ની ઉમર પહેલા કરવાની છે અને તે છે સફળ લોકોની સંગત માં રહો. તમે જેવા લોકો ની સાથે રહો છો ત્યારે તમારું જીવન પણ કંઈક તેના જેવું બની જાય છે(prosperity is power) , તમે જે પાંચ લોકોની સાથે સૌથી વધુ સમય વિતાવશો તેમે તેના સરેરાશ બનો છો. હંમેશા યાદ રાખવું કે જિંદગીમાં આપણે બે વસ્તુ કમાવીએ છીએ પહેલા અનુભવ અને ત્યાર બાદ પૈસા , તમે જેટલો વધારે અનુભવ મેળવ્યો હશે એટલાજ વધુ તમે પૈસા કમાવી શકશો. તમારી બુક માં એક શબ્દ લખી લ્યો : અનુભવ(experience)

તમે એક સફળ લોકો ની વચ્ચે રહો છો, ઊંચા વિચાર વાળા લોકો ની વચ્ચે રહો છો, જયારે તમે એક સફળ બિઝનેસ મેન સાથે કામ કરો છો ત્યારે આપમેળે તમને ખુબજ વધારે અનુભવ મળે છે અને આ અનુભવ જ તમને જિંદગી માં આગળ વધવા માટે તૈયાર કરે છે. તમે જે કોઈ પણ ફિલ્ડ માં આગળ જવા માંગતા હોવ તો તમને તે ફિલ્ડ નો અનુભવ , જ્ઞાન અને કાર્ય કુશળતા જરૂરી છે અને તે મેળવવા માટે તમે પહેલેથી જ જે સફળ લોકો છે તેની સાથે તમારે સમય પસાર કરીને અનુભવ મેળવવો જરૂરી બને છે.

તમે તમારો સમય વધુ માં વધુ એવા મિત્રો સાથે કે એવા લોકો ની સાથે કે જેમની લાઈફ માં કોઈ મોટો ગોલ નથી કે જેઓ પોતાની લાઈફ માં કઈ કરવાજ માંગતા નથી એટલુંજ નહિ પણ તમે જે કઈ પણ કરવા જઈ રહ્યા છો તો તમને પણ તે કરવામાં અવરોધ રૂપ બને છે તો તમેજ વિચારો કે તેવા લોકો સાથે રહેવાથી તમે ક્યાં પહોંચી શકશો. જો તમે ઉડવા માંગો છો, તમારી જિંદગી માં કંઈક કરવા માંગો છો તો તેવા લોકો સાથે રહેવાનું બંધ કરી દયો જે ખુદ જમીન પર રહેવા માંગે છે. તમે એક વસ્તુ યાદ રાખજો કે તમે જે લોકો સાથે સમય વિતાવો છો, જે લોકો સાથે રહો છો તેમની જે વિચારચરણી તે વિચારચરણી તમારી પણ બની જાય છે , તેમના જે ગોલ છે તે તમારા પણ ગોલ બની જાય છે.તમે જેવા લોકો ની વચ્ચે રહી રહ્યા છો તો તમે પણ તેના જેવા બનાવના છો.

તો આજથી એક લિસ્ટ બનાવવાનું ચાલુ કરી દયો કે કોનાથી તમારે દૂર રેહવાની જરૂર છે કે જેની સાથે રહેવાથી તમને કોઈ વેલ્યુ નથી મળતી  કે ગ્રોથ નથી મળતો અને એક લિસ્ટ એવું બનાવો કે કોણ છે કે જેનાથી તમારો વિકાસ થઇ શકે તેમ છે.

તે આ પણ હોઇ શકે છે...

અનુભવ મેળવવા માટે તમે ઇન્ટરશીપ(intershipe) કોઈ જગ્યાએ જોઈન્ટ કરી શકો છો, કોઈ એવા બિઝનેસ મેન કે પાર્ટનર સાથે જોડાવું કે જે તમારો ગ્રોથ કરી શકે, તમારા વડીલ પપ્પા કે કાકા જેની સાથે કામ કરવાથી તમને જિંદગી નું જ્ઞાન મળી શકે, તમારા કોઈ શિક્ષક કે ગુરુ હોય કે જેમની સાથે રહી ને કે જેમની બુક વાંચી ને કે તેઓના સેમિનાર અને વર્કશોપ જોઈન કરી ને તેમને કંઇક નવું શીખવાનું મળી શકે છે. જે વ્યક્તિ પોતાની જિંદગી માં પેહલેથીજ સફળ છે તેવા લોકોની સાથે તમારે તમારો પોતાનો વધુ માં વધુ સમય આપવો જોઈએ. ૩૦ વર્ષ સુંધી તમે તમારું inner circle બદલશો તો તમે જોશો કે તે જ તમારી જીંદગી ની સફળતા નું મુખ્ય કારણ બની જાય છે. જો આપણે આપણ જીંદગી માં "૦" પણ હોઈશું ને તો તો તે "૦" ની આગળ "૧" અને પાછળ "૦" લગાવી ને આપણે "૧૦૦" બની શકીશું. બસ આ સિદ્ધાંત ને હમેશાં યાદ રાખવો કે તમે કોણ છો તેના કરતાં તમારી આજુ બાજુ કોણ છે તે મહત્વ રાખશે કે તમે શું બનવાના છો.

સફળ લોકો ના અનુભવ અને જ્ઞાન નો ઉપયોગ આપણે પોતાના ની સફળતા મેળવવામાં ઉપયોગ કરીએ તો આપણે ટૂંક સમય માં સફળતા મેળવી શકીએ છીએ. તેઓ એ પોતાની સફળતા માટે જે સમય આપ્યો તેનો સીધો ફાયદો આપણને મળે છે તેમની ભૂલો માં જે સમય નો વ્યય થયો તે આપણે ઘટાડી શકીએ છીએ અને આપણે સફળતા જલ્દી મેળવી શકીએ છીએ.

અહી એ જરૂરી નથી કે આ ત્રણ વસ્તુ ૩૦ વર્ષ ની ઉમર પહેલા નથી કરી શક્યા તો તમે પછી નહિ કરી શકો. જો તમે ૩૨ વર્ષ કે ૪૦ વર્ષ ના છો તો પણ આ ત્રણ નિયમ તમે આજથી અનુસરવાનું ચાલુ કરી શકો છો જે તમને ભવિષ્યની સફળતા માં મદદગાર થઈ શકે છે.

તો મિત્રો ફરીથી આ ત્રણ નિયમ નું પુનરાવર્તન કરીશું...

(૧) સેલ્સ નો અનુભવ લ્યો,

(૨) આત્મનિર્ભર બનો,

(૩) સફળ લોકો ના સંપર્ક માં રહો.

મિત્રો જો તમને લાગતું હોય કે આ પોસ્ટ તમારી લાઇફ ની વેલ્યુ માં વધારો કરવામાં મદદ મળી હોય તો આ પોસ્ટ ને તમે તમારા બીજા મિત્રો અને પરિવારના અન્ય સભ્યો સાથે શેર કરી શકો છો.

બસ આવીજ રીતે જાતે શીખતા રહો... જય હિંદ... જય ભારત...

Post a Comment

0 Comments