જાતે શીખો

It is obligatory to give up something | કંઈક ને કંઈક છૂટવું ફરજિયાત છે

કંઈક ને કંઈક છૂટવું ફરજિયાત છે .


#Gujaratipoem #ગુજરાતીકવિતા #કવિતા is it mandatory to give up something for lent is giving up something for lent required do you have to give up something for lent कुछ ना कुछ छूटना तो लाज़मी है kuchh-na-kuchh-chote-na-tu-to-laazmi-hai #poetry #poem


અચાનક થી આજે આમજ વિચાર આવ્યો કે...,


સમાચાર પત્ર વાંચ્યું તો પ્રાણાયામ છૂટી ગયા,

પ્રાણાયામ કર્યા તો સમાચાર પત્ર છૂટ્યું,

બેવ કર્યું તો નાસ્તો છૂટ્યો,

બધું જલ્દી જલ્દી પતાવ્યું તો આનંદ છૂટ્યો,

એટલે કે...

કંઈક ને કંઈક છૂટવું ફરજિયાત છે...!!


હેલ્ધી ખાધું તો સ્વાદ છૂટ્યો,

સ્વાદિષ્ટ ખાધું તો હેલ્થ છૂટી,

બંને કર્યા તો...

હવે આ માથાકૂટ માં કોણ પડે...!!


પ્રેમ કર્યો તો લગ્ન તૂટ્યા,

લગ્ન કર્યા તો પ્રેમ છૂટ્યો,

બંને કર્યું તો વિશ્વાસ છૂટ્યો,

હવે આ બાબતમાં કોણ પડે છે..!!

મતલબ...

કંઈક ને કંઈક છૂટવું ફરજિયાત છે…!!!


જયારે ઉતાવળ કરી ત્યારે સમાન છૂટ્યો,

જો ઉતાવળ ના કરી તો ટ્રેન છૂટી,

જો બંને ના છૂટ્યું તો,

વિદાય વખતે ગળે મળવાનું રહી ગયું,

મતલબ…

કંઈક ને કંઈક છૂટવું ફરજિયાત છે…!!!


બીજાનું વિચાર્યું તો મન નું છૂટ્યું,

મન નું કર્યું તો સબંધ છૂટ્યો  

સારું આપણે શું કરીએ...


ખુશ થયા તો રોવાનું છૂટ્યું,

દુઃખી થયા તો હસી છૂટી,

મતલબ…

કંઈક ને કંઈક છૂટવું ફરજિયાત છે…!!!


આ છૂટવામાં જ તો પામવાની ખુશી છે,

જેનું કઈ નથી છૂટ્યું,

તે માણસ નહિ મશીન છે,

એટલા માટે... કંઈક ને કંઈક છૂટવું ફરજિયાત છે…!!!


જીવી લ્યો દિલથી,

કેમકે એક દિવસ આ જિંદગી જવી પણ ફરજિયાત છે…!!!


Header Ads Insurance Loans Mortgage Attorney Credit Lawyer Donate Degree Hosting Claim

Post a Comment

0 Comments