જાતે શીખો

Special word for rural living which used in our Gujarati language

આપણી ગુજરાતી ભાષામાં વપરાતા ગ્રામ્ય રહેણી કેણીના ખાસ શબ્દો જેમાના કેટલાક નવીપેઢીને જાણમા પણ નહી હોય...

આપણી ગુજરાતી ભાષામાં વપરાતા ગ્રામ્ય રહેણી કેણીના ખાસ શબ્દો જેમાના કેટલાક નવીપેઢીને જાણમા પણ નહી હોય.Gujarati Words with Meaning That You Must Learn.


જેવા કે...

(૧) દોરી - કપડાં સૂકવવા કે કઈ બાંધવા માટે,

(૨) વળગણી - કપડા સુકવવા બાંધેલી દોરી કે લાકડા ની વળી ને વળગણી કહેતા,

(૩) જાળી - ભમરડો ફેરવવા માટે,

(૪) રાશ - બળદને કન્ટ્રોલ કરવાની લગામ,

(૫) અછોડો - રાશથી નાનોને ઢોરને ખીલે બાધવા વપરાતો દોરડાનો ટુકડો,

(૬) વરત - પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું,

(૭) વરતડી - પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું,

(૮) વરેડુ - ગાડામા પુળા કે ઘાસ ભર્યા પછી તેને ગાડાની આકડીઓ સાથે બાધવાનુ મોટુ દોરડુ,

(૯) નાથ - બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી,

(૧૦) છીકલુ - દોરીની ગુથેલી જાળી જે બળદને પહેરાવાતી હતી જેથી ચાલુ કામે ખાઈ ન શકે,

(૧૧) રાંઢવુ - જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી(દોરડું),

(૧૨) નાડી - ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી,

(૧૩) નોંજણું - ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી,

(૧૪) ડામણ - ઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે,

(૧૫) ડેરો - ભેસને બે પગ વચ્ચે રહે તે બંધાતુ લાકડુ જેથી તે દોડી ન શકે,

(૧૬) જોતર - બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન,

(૧૭) નેતર - છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી,

(૧૮) નેણ - ગાડા સાથે ઘુસરી બાધવા માટેની ચામડાનુ દોરડુ,

આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે દા. ત.


(૧૯) શીંદરી -  કાપડની ચીદડીમાંથી બનાવેલી દોરી,

(૨૦) સૂતળી - શણમાં થી બનાવેલી દોરી,

(૨૧) વાણ - જંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી,

(૨૨) કાથી - નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી,

તે જ રીતે કપડાના જુદા જુદા આકારના જુદા જુદા કામ માટે વપરાતા ટુકડાના જુદા જુદા નામ છે. 


જેમ કે,

(૨૩) ચાકળો - સુતરાઉ કાપડનો ચોરસ ટુકડો, જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય,

(૨૪) પછેડી - માથે બાંધવા અથવા ખભા પર રાખવા વપરાતો કાપડનો ટુકડો,

(૨૫)ફાટ - કાલા કે ખેતીની પેદાશ છોડ પરથી વીણી કમરે બાધેલા કપડામા ભેગી થાય તે,

(૨૬) ચોફાળ - (ચલાકો) પછેડી કરતા મોટા કાપડનો ટુકડો જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે,

(૨૭) બુંગણ - ચોફાળ કરતા પણ મોટો જાડા કાપડનો ભાગ જે જુદા જુદા ખેતીના કામ માટે વપરાય છે,

(૨૮) ફાળિયું - માથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો,

(૨૯) પનિયું - કમરે બાંધવાનું કાપડ,

(૩૦) ગુમછો - આછું,પાતળુ લાલ કાપડ,

(૩૧) ઓછાડ - ગાદલાને કવર કરવા વપરાતું કાપડ,

(૩૨) કામળી - ઉનનું વસ્ત્ર જે ખભા પર રાખવામાં તથા ઓઢવામાં વપરાય છે,

(૩૩) મસોતું - રસોડામાં વપરાતું હાથ લુંછવા માટે તથા વાસણ લુસવા માટે વપરાતો કાપડનો ટુકડો,

(૩૪) પંચિયું - શરીર લુચવા માટે અને કમર નીચે બાંધવા માટે વપરાતો કાપડનો ટુકડો,

(૩૫) અબોટિયું - પૂજા અથવા અન્ય ર્ધાિમક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ,

(૩૬) ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો),

(૩૭) મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો),

(૩૮) શિપર (સપાટ પથ્થર),

(3૯) પાણો (પથ્થર),

(૪૦) ઢીકો (ફાઇટ મારવી),

(૪૧) ઝન્તર (વાજિંત્ર),

(૪૨) વાહર (પવન),

(૪૩) ભોઠું પડવું ( શરમાવું),

(૪૪) હટાણું (ખરીદી કરવા જવું),

(૪૫) વતરણું (સ્લેટ ની પેન),

(૪૬) નિહાળીયા (વિદ્યાર્થી),

(૪૭) બોઘરૂં ( દૂધ છાશ નું વાસણ),

(૪૮) રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)

(૪૯) નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે)

(૫૦) ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે)

(૫૧) લુગડું - સાડીને લુગડું પણ કહે છે,

(૫૨) ખોળ(ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો),

(૫૩) ખાહડા પગરખાં),

(૫૪) બુસ્કોટ(શર્ટ ),

(૫૫) પાટલુન(પેન્ટ),

(૫૬) ભીસ્કુટ ( બિસ્કીટ ),

(૫૭) ફારશયો ( કોમેડિયન ),

(૫૮) ફારસ. ( કોમિક ),

(૫૯) વન્ડી.  ( દીવાલ ),

(૬૦) ઠામડાં ( વાસણ ),

(૬૧ ) લેવકળો ( માગ માગ કરનાર ),

(૬૨) ભેરુ (દોસ્ત),

(૬૩) ગાંગરવુ. (બુમાબુમ કરવી),

(૬૪) કાંઠાળો (હાઈટ વાળો),

(૬૫) ડણક (સિંહ ની ત્રાડ),

(૬૬) બકાલુ  (શાક ભાજી),

(૬૭) વણોતર (નોકર),

(૬૮) ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા),

(૬૯) બદકતર (સ્કૂલ બેગ),

(૭૦) દુઝાણુ (દૂધ દેતા પશુ રાખવા),

(૭૧) પાણીયારૂ (પાણી ના માટલા ની જગ્યા),

(૭૨) અડબાવ  (ખોટું ઉગેલું ઘાસ),

(૭૩) દકતર (સ્કૂલ બેગ),

(૭૪) પેરણ (પહેરવેશ ખમીસ),

(૭૫) ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો),

(૭૬) બાક્સ (માચિસ),

(૭૭) નિહણી (નિસરણી),

(૭૮) ઢાંઢા ( બળદ ),

(૭૯) ઝાંપો(ખડકી)ડેલી,

(૮૦) વેંત (તેવડ),

(૮૧) હડી કાઢ (દોડાદોડ),

(૮૨) કળી (ઝીણા ગાઠીયા) ,

(૮૩) મેં પાણી. (વરસાદ),

(૮૪) વટક વાળવું,

(૮૫) વરહ (વર્ષ),

(૮૬) બે ખેતર વા (દુરી નું એક માપ),

(૮૭) વાડો,

(૮૮) ૧ ગાવ (અંતર),

(૮૯) બાંડિયું,

(૯૦) મોર થા(આગળ થા),

(૯૧) જિકવું,

(૯૨) માંડવી(શીંગ),

(૯૩) અડાળી(રકાબી),

(૯૪) સિસણ્યું,

(૯૫) દા આવવો (દાવ આપવો લેવો),

(૯૬) વાંહે (પાછળ),

(૯૭) ઢીસ્કો (ઠીંગણા),

(૯૮) બૂતાન (બટન),

(૯૯) બટન(સ્વીચ),

(૧૦૦) રેઢિયાર (ધણી ધાણી વગર).

ગ્રામ્યપ્રદેશમાં વપરાતા ઓજારો:-

(૧0૧) પરોણો - બળદને હાંકવા માટેની લાકડી,

(૧0૨) કળીયુ - ખેતી માટેનું સાધન,

(૧0૩) બેલી - બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન,

(૧0૪) ફાળ - હળનો નીચેનો ભાગ,

(૧0૫) કોશ - ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો સળિયો,

(૧0૬) કોસ (ઉ. કોહ) - કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન,

(૧0૭) સુંઢ - કોસનો ચામડાનો ભાગ,

(૧0૮) ગરેડી - કોસને ઉપર ખેંચવા માટે વપરાતુ ચક્ર,

(૧0૯) પાડો - બળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે તે મજબુત મોટું લાકડું,

(૧૧0) તરેલું - કોસમાં બળદને જોડવાનું સાધન,

(૧૧૧) ધોંસરુ - ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન,

(૧૧૨) પાટ - ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું,

(૧૧૩) ઈસ - ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા,

(૧૧૪) ઉપલું - ખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા,

(૧૧૫) પાંગથ - ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું,

(૧૧૬) તગારું - સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન,

(૧૧૭) ઘમેલું - કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન,

(૧૧૮) બકડીયું - તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન,

(૧૧૯) સૂયો - કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય,

(૧૨૦) રાંપ - ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન,

(૧૨૧) દંતારી - ઘાસ,પાદડી તુટે નહી તે રીતે ભેગુ કરવાનુ સાધન,

(૧૨૨) પાસી - વાડ કરવા માટે થોર કાપવાનુ દાતાવાળુ સાધન,

(૧૨૩) રંધો - સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન,

(૧૨૪) નેવા - છાપરામાંથી પાણી પડવાના ભાગ,

(૧૨૫) મોભ - છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો જેના તરફથી બંને બાજુ ઢાળ હોય,

(૧૨૬) વળી - મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય,

(૧૨૭) સાલ - ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે આવા લાકડાને સાલ કહે છે,

(૧૨૮) વિંધ - સાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલાણને વિંધ કહે છ,.

(૧૨૯) પાયો - ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે,

(૧૩૦) ઢોલિયો - મજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે,

(૧૩૧) ઢોલડી-નાના ખાટલાને ઢોલડી કહે છે,

(૧૩૨) નીક - ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે,

(૧૩૩) ધોરિયો - મોટી નીક ને ધોરિયો કહે છે,

(૧૩૪) ઉદરિયુ-રેતાળ જમીનમા પિયત વેળા ઉદરના દર વડે પાણી બીજે ફુટે તે,

(૧૩૫) છીંડું - વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે,

(૧૩૬) ગાડાવાટ:-પાછળ આવેલા ખેતરમા ગાડુ લયી જવા ખુલ્લી મુકાતી જગ્યા,

(૧૩૭) ખળું - અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા,

(૧૩૮) કેડો - રસ્તો,

(૧૩૯) કેડી - પગ રસ્તો,

(૧૪૦) વંડી - દિવાલ,

(૧૪૧) કમાડ - મોટું બારણું,

(૧૪૨) ડેલો - મોટા કમાડવાળું બારણું,

(૧૪૩) દંતાર -ત્રણ દાતા (વચ્ચે કાણાવાળા) જોડીને બનાવેલ સાધન જે દાણા વાવવામા કામે લેવાય છે.વાવણીયો પણ કહે છે,

(૧૪૪) માણુ - લાકડાની ઉપરથી ગોળને નીચેથી સપાટ તેમા ત્રણ ચાર કાણા સોસરવા હોય છે જેમા પોલા વાસના દંડા લગાડી વાવણીયાના દાતાના કાણામા પરોવી દઈ બી ઓળવી વાવણી.થાય તે,

(૧૪૫) છોરીયુ - નાની કોદાળી.ઘાસને છોલવા માટે,

(૧૪૬) કાઈટ્યુ - દાતા વગરનુ પણ ટીપીને ધાર કાઢેલુ.દાતરડુ,

(૧૪૭) ત્રિફળાયુ - ત્રણ ફણા વાળુ ખેડનુ ઓજાર,

(૧૪૮) આડુ - ગાડામા વપરાતુ. લાકડાનુ સહેજ ગોળ હોય તે,

(૧૪૯) પાજરી:-ગાડામા ખાતર,બાજરીના. ઢુઢા,ઘઉનુ ભુસુ ભરવા લગાડાય તે,

(૧૫૦) માચી(ગાડાની) - બે પાયા વાળી ખાટલાની જેમ દોરીથી ભરેલ તે લગ્ન પ્રસંગે ગાડા પર બંધાતી તેથી ઢાળ ન પડે,

(૧૫૧) સમોલ - ઘુસરી કે ઘુસરાના છેડે બળદબહાર ન નીકળી જાય તે માટે,

(૧૫૨) જોતર - બળદની કાધ પર ઘુસરી મુક્યા પછી ચામડાનો એક.પટ્ટો જે ઘુસરીને સમોલસાથે બાધવામા આવે તે,

(૧૫૩) કાલર - પૂળાને આડા ઉભા ગોઠવીને  કરાતો સંગ્રહ,

(૧૫૪) ઓઘલી - પૂળાને લાબો  સંગ્રહી રાખવા નીચેથી ગોળાકારને ઉપર જતા શંકુ આકારને,

(૧૫૫) સાલા(હાલા) - પૂળાને મોટા જત્થામા ચોમાસામા પલળે નહી તેવી રીતની મોટી ઓઘલી જેવી પધ્ધતિ જેમા જેવાકે ધઉનુ પરાર,મગફળીની પાદડી સંગ્રહવામા આવે તે...આના ખાસ બનાવનાર હતા,

(૧૫૬) ભંડારીયુ - બળદગાડામા નીચે ભાગે આવતી ડેકી,

(૧૫૭) ગોફણ/ગિલોલ - પાક પરથી પક્ષીઓ તેમજ વાદરાને ભગાડવાના કામે લેવાય તે,

(૧૫૮) રવૈયો - દહી વલોવી છાસ બનાવવા માટે,

(૧૫૯) પાટીયુ - માટીની પહોળા મોઢાવાળી માટલી જેમા અગાઉના સમયમા શાક, ખીચડી વિગેરે રાધવામા આવતુ તે,

(૧૬૦) હલાણુ:-હળથી ખેડવા ગોળ રાઉન્ડથી ખેડાતી જમીન....એક ગ્રામીણ માપ,

(૧૬૧) દામુ - નીકમાથી ક્યારામા પાણી વાળવાનીને બંધ કરવાની જગ્યા,

(૧૬૨) છરીયુ -એક લાબા પટ્ટાની મોટી ક્યારી,

(૧૬૩) ગુથણુ - ઘુસરીના મધ્યભાગે આવેલ લોખંડનો ખીલો..જેનાથી હળ,સાતિ રાશથી બાધવામા આવે,

(૧૬૪) ઢોચકુ - નાની ધાતુની બરણી,

(૧૬૫) બડામશયો (ગાદલા ગોદડાં નો ઢગલો),

(૧૬૬) નશિપર (સપાટ પથ્થર),

(૧૬૭) બઝન્તર (વાજિંત્ર),

(૧૬૮) બહટાણું. (ખરીદી કરવા જવું),

(૧૬૯) નખાહડા (પગરખાં),

(૧૭૦) નફારશયો (કોમેડિયન),

(૧૭૧)  ન લેવકળો (માગ માગ કરનાર),

(૧૭૨) નગમાંણ (પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા).
Post a Comment

0 Comments