જાતે શીખો

What is CIBIL score? How to check CIBIL score?

સિબિલ સ્કોર(CIBIL SCORE) ને લગતી તમામ માહિતી.


what-is-cibil-score-in-india-in-hindi-cibil-score-meaning-cibil-score-full-form-cibil-score-range-how-to-improve-cibil-score-cibil-score-login-paisabazaar-bankbazaar-cibil-score-free

⦿ CIBIL સ્કોર એટલે શું છે? CIBIL સ્કોર કઇ રીતે ચેક કરવો? 

સિબિલ સ્કોર(#CIBIL #Score) આજના સમયમાં એક જરૂરત સાથે સાથે મહત્વપૂર્ણ વિષય બની ગયો છે, તેની જાણકારી મેળવવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, સિબિલ સ્કોરને ક્રેડિટ સ્કોર પણ કહેવામાં આવે છે, તે તમારી પાસેથી લોન લેતી વખતે માગંવામા આવે છે.
પાછલા થોડા સમયથી, તમારો ક્રેડિટ સ્કોર(Credit Score) અથવા સિબિલ સ્કોરનું મહત્વ ખુબ જ વધ્યું છે. જો તમારો સીબીઆઈએલ(CIBIL) સ્કોર ઓછો હોય તો તમને લોન(#Loan) અથવા ક્રેડિટ કાર્ડ(#Creditcard) લેવામાં મુશ્કેલી થઈ શકે છે અથવા તો તમારે લોન પર વધુ વ્યાજ દર ચૂકવવું પડે છે.

⦿ CIBIL સ્કોર એટલે શું?
જ્યારે તમે કોઇ પણ બેંક પાસે લોન લેવા જાઓ છો, ત્યારે તે બેંક તમારી લોન ભરપાઈ ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. જો તમે બેંક લોન ભરપાઈ કરવા માટે સક્ષમ છો, તો તમને લોન આપવામાં આવે છે.
તેની સાથે, બેંક એ પણ તપાસે છે કે તમે તમારી જૂની લોન સમયસર ચુકવી દીધી છે કે નહીં. તેના માટે, તેઓ જે રિપોર્ટ જુએ છે તેને ક્રેડિટ રિપોર્ટ અથવા ક્રેડિટ સ્કોર કહેવામાં આવે છે.

લોન લેનાર વ્યક્તિનો છેલ્લા ૬ મહિનાનો રિપોર્ટ જોવામાં આવે છે અને સાથે-સાથે તેના નાણાકીય ડેટાનો અભ્યાસ કરવામાં આવે છે, ત્યાર બાદ કેટલાક પરિબળોને ધ્યાનમાં રાખીને તેના માટે એક સ્કોર નક્કી કરવામાં આવે છે, જો તે સ્કોર સારો હોય તો બેંક તે વ્યક્તિને સરળતાથી લોન આપે છે અને જો ના હોય તો લોન લેવામાં મુશ્કેલી થઈ શકે છે.

ક્રેડિટ સ્કોર તમારી લોન ભરપાઈ કરવાની તમારી ક્ષમતા સૂચવે છે. જ્યારે પણ તમે પહેલા લોન લીધી હોય જેવી કે હોમ લોન(Home Loan), પર્સનલ લોન(Personal loan), કાર લોન(Car loan), ક્રેડિટ કાર્ડ લોન(Credit card loans), વગેરે... તમે તે લોન યોગ્ય સમયે ભરપાઈ કરી છે કે નહીં, આ બધી વિગતો તમારા ક્રેડિટ સ્કોરમાં રેકોર્ડ થાય છે.

બેંક આ બધી માહિતી સ્વયં એકત્રિત કરી શકતી નથી. તેથી જ તે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની(Credit Information Company) પાસેથી આ માહિતી લે છે, ક્રેડિટ ઇન્ફોર્મેશન આપતી કંપનીઓને ક્રેડિટ બ્યુરો પણ કહેવામાં આવે છે, ભારતમાં એવી ઘણી કંપનીઓ છે જેમાં CIBIL પ્રમુખ છે.

⦿ CIBIL  સ્કોરનો શું અર્થ થાય છે:
CIBIL એ એક કંપનીનું નામ છે, જે તમારી ક્રેડિટ ઇન્ફોર્મેશનનો ડેટા રાખે છે, CIBIL એ ભારતની પ્રથમ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની છે.

⦿ CIBIL નું પૂરું નામ છે – Credit Information Bureau Of India Limited:
જો તમે પણ લોન લેવા માંગતા હોય, તો તમારે તમારો ક્રેડિટ સ્કોર બેંકને બતાવો પડે છે, CIBIL સ્કોર તપાસવા માટે પહેલાં તમારે રકમ ચૂકવવી પડતી હતી, પરંતુ હવે આ સેવા એકદમ ફ્રી માં કરવામાં આવે છે, હવે તમે ઘરે બેઠા તમારો ક્રેડિટ સ્કોર તપાસી શકો છો.

⦿ CIBIL સ્કોર ચેક કેવી રીત કરવો?
CIBIL સ્કોરને તપાસવા માટે, તમારે સિબિલ વેબસાઇટને પૈસા ચૂકવવા જરૂરી છે, પરંતુ બીજી એવી ઘણી વેબસાઇટ્સ છે, જે તમને તમારા ક્રેડિટ સ્કોરને ફ્રી માં તપાસી આપે છે.
ક્રેડિટ રિપોર્ટ પ્રાપ્ત કરવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી, તમારે ફક્ત CIBIL વેબસાઇટ પર જવું પડશે અને નીચે આપેલા પગલાંઓને અનુસરો –

➊ ક્રેડિટ રિપોર્ટ પ્રાપ્ત કરવા માટે, આપેલી લિંક https://www.cibil.com પર ક્લિક કરો, અને ક્લિક કર્યા પછી તમે CIBIL ની વેબસાઇટ પર પહોંચી જશો.
➋ ત્યાં તમને “Get Your CIBIL Score” આપવામાં આવ્યુ હશે. તેના પર ક્લિક કરો.
➌ ક્લિક કર્યા પછી તમારે કેટલીક સામાન્ય વિગતો ભરવી પડશે, તે પછી પૈસા ચુકવીને તમારા CIBIL સ્કોર રિપોર્ટ માટે અરજી કરી શકો છો.
એવી તો ઘણી વેબસાઇટ્સ છે જે CIBIL સ્કોરને ફ્રીમાં આપે છે, પરંતુ અહીં તમને બે વિશ્વસનીય વેબસાઇટ્સ(#Websites) વિશે બતાવવા જઇ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી તમારો ક્રેડિટ સ્કોર મેળવી શકો છો.
પૈસા બજાર (Paisa Bazaar ) – તમે અહીં ક્લિક કરીને પૈસા બજારની વેબસાઇટ પર જઇ શકો છો. https://www.paisabazaar.com/
બેંક બજાર (Bank Bazaar) – તમે અહીં ક્લિક કરીને બેંક બજારની વેબસાઇટ પર જઇ શકો છો. https://www.bankbazaar.com/

આ બંને વેબસાઇટ્સ તમારો સીબિલ સ્કોર એકદમ ફ્રી માં અને સરળતાથી તમને જણાવે છે. તમે આમાંની કોઈપણ વેબસાઇટ્સ પર જઈ શકો છો અને તમારો સીબિલ સ્કોર ફ્રી માં જાણી શકો છો.

⦿ જાણો સ્કોરનું લેવલ:
➥ ૩૦૦ – ૬૧૯ = ખરાબ (Poor)
➥ ૬૨૦ – ૬૫૯ = મધ્યમ (Fair)
➥ ૬૬૦-૭૧૯ = સારો (Good)
➥ ૭૨૦ – ૭૪૯ = વધુ સારો (Great)
➥ ૭૫૦ – ૮૫૦ = ઉત્ત્મ (Excellent)

(❍ ખાસ નોંધ:કોઈ પણ બેન્કમાં લોન લીધા પછી ભરપાઈ નહિ કરે અથવા ચેક બાઉન્સ થાય તો બેન્ક આ રીતે તમારી ક્રેડિટ વૅલ્યુ ઓછી કરી દે છે..ક્રેડિટ વેલ્યુ ઓછી થવાથી ફરી લોન પણ ના મળે.)

Post a Comment

0 Comments