જાતે શીખો

Four things are essential in intelligence.

બુધ્ધિ માં ચાર વાતો આવશ્યક છે.


બુધ્ધિ માં ચાર વાતો આવશ્યક છે.  (1) અનુમાન(#Reasoning), (2) સમસ્યા વિમોચન(#Problemsolving), (3) ચિકિત્સા શક્તિ(#Criticalthinking) અને  (4) સર્જનશીલતા(#Creativethinking). તાત્પર્ય:શાસ્ત્રીય દૃષ્ટિથી બુદ્ધિ ચલાવવી જોઈએ.The top 4 things you need to know about intelligence,Types Of Intelligence,Intelligence Facts,Theories of Intelligence in Psychology,Examples of Artificial Intelligence in Daily Life.

(1) અનુમાન (#Reasoning),
(2) સમસ્યા વિમોચન (#Problem #solving),
(3) ચિકિત્સા શક્તિ (#Critical #thinking) અને 
(4) સર્જનશીલતા (#Creative #thinking). 

આ ચાર બાબતો ઉપર પ્રકાશ નાખવાની આવશ્યકતા છે. આપણે અનુમાનશક્તિ વધારવી જોઈએ, પ્રૌઢ બનાવવી જોઈએ અને સમર્થ બનાવવી જોઈએ. અનુમાનની પાછળ કંઈ શાસ્ત્ર છે. જે મગજમાં આવે તેનું અનુમાન ન ચાલે. અન્વય અને વ્યતિરેક (Method of agreement and method of difference) તેમાં કોઈ પણ અનુમાન થઈ શકે છે. એટલા માટે શ્રીમદ્ આધ શંકરાચાર્યે કહ્યું છે: તર્ક કરવાની છૂટ છે. પણ કુતર્ક કરવાની છૂટ નથી. 

દ્રષ્ટાંત:

એક દ્રષ્ટાંત છે એક ઘીનો વેપારી હતો. તેની પાસે પૈસા થયા એટલે તેણે શોખ તરીકે તર્કશાસ્ત્ર(#Logic) ભણવાનું શરૂ કર્યું. સવારના પ્રહરે એક દિવસ તે હાથમાં લાકડી લઈને ફરવા નીકળ્યો. ફરીને પાછો ફરતો હતો ત્યારે તેને ગોડાઉનમાં જવાનો વિચાર આવ્યો. ગોડાઉનમાં ગયા પછી ઘીના ડબ્બા પર હાથમાંની લાકડી ફટકારવાની શરૂઆત કરી. એક ડબ્બા પર લાકડી ફટકારી તો ‘ઠમ્' કરતો અવાજ આવ્યો. તેણે તરત મુનીમ ને પૂછયું: ‘આ ડબ્બાનું ઘી ક્યાં ગયું? તું જ ખાઈ ગયો મુનીમે કહ્યું, ‘શેઠ! હું પાંત્રીસ વર્ષથી તમારે ત્યાં કામ કરું છું. તે છતાં તમે મારા પર શંકા લાવો છો?’ શેઠે કહ્યું: ‘તો પછી તું કહે કે આ ડબ્બામાંનું ઘી ક્યાં ગયું ?મુનીમે વાંકા વળીને જોયું તો ઘી ડબ્બાની બાજુમાં ઢોળાયેલું હતું. ડબ્બો જોયો તો તેના તળિયામાં કાણું હતું. મુનીમે શેઠને કહ્યું: ‘શેઠજી! જુઓ, આ ડબ્બામાં નીચે કાણું છે એટલે ઘી વહી ગયું છે. શેઠે થોડી વાર વિચાર કર્યો અને કહ્યું, ‘તું મને બનાવે છે? તને ખબર છે, હું તર્કશાસ્ત્રનો અભ્યાસ કર છું. ઘીના ડબ્બામાં કાણું કયાં છે? નીચેના ભાગમાં છે. ઘી ક્યાં ઓછું થયું છે? ઉપરના ભાગમાં. આવું કેવી રીતે બને? માટે તે જ ઘી ખાધું છે.' 

તાત્પર્ય:

તાત્પર્ય એ છે કે તર્ક કરવાનું પણ એક શાસ્ત્ર છે. તર્ક કરવાનો અર્થ એ નથી કે બુદ્ધિને ફાવે તેમ ચલાવવી. શાસ્ત્રીય દૃષ્ટિથી બુદ્ધિ ચલાવવી જોઈએ.Post a Comment

0 Comments