પોતાની ખામીઓ કેવીરીતે દૂર કરવી.
કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો, પરંતુ પોતાની ખામીઓને ઓળખ્યા પછી તેમને સુધારવા માટે સખત મહેનત તે ચોક્કસપણે કરી શકે છે. કેટલાક લોકો તેની ઉણપ અથવા ભૂલ સ્વીકારીને તેને સુધારવામાં શરમ અનુભવે છે, જ્યારે કેટલાક લોકો તેમની નબળાઇને સ્વીકારવામાં પોતાનું અપમાન થયું હોય તેવું માનતા હોય છે. આ બાબતમાં જ તેઓ પોતાને બીજાથી પાછળ છોડી દેતા હોય છે. તમારી ખામીઓમાંથી પોતાને હરાવી દેવાને બદલે આ ખામીઓને હરાવવા અને પોતાના પાયાને મજબૂત કરવા પહેલ કરો.
સંપૂર્ણ સૂચિ(#list) બનાવો
કોઈ તમારાથી વધુ પોતાને જાણી શકે નહીં. તમે જાણો છો, કયા-કયા સંજોગોમાં તમે તમારી જાતે કઈ-કઈ પરિસ્થિતિ નો સામનો કર્યો છે? આ ખામીઓનું સંપૂર્ણ સૂચિ(#list) બનાવો જેથી તેને દૂર કરવા માટે આયોજન કરી શકાય. જો તમે તમારી ખામીઓથી ભાગતા રહેશો તો ખામીઓ પણ તમને વળગી રહેશે.
કામના સ્થળે અડધા થી વધારે ઝગડા એ વાત ને લઈને શરૂ થાય છે જ્યારે એક કર્મચારી બીજા દ્વારા કાઢવામાં આવતી ભૂલને સ્વીકારવા માંગતો નથી. તમારી ક્ષમતા સુધારણાને મહત્વ આપીને તે ભૂલ સ્વીકારીને તેને સુધારવાનો આગ્રહ રાખો.
માસ્ટર બનો(Become a master)
તમારી સિવાય કોઈ પણ તમારી ભૂલ દૂર કરી શકશે નહીં. ભલે તમારામાં આત્મવિશ્વાસ(#Selfconfidence) અથવા વાતચીત(#communication_skils)નો અભાવ હોય, તેમના પર સખત મહેનત કરો. આ માટે તમારે તમારા પોતાના માસ્ટર બનવું પડશે જે તમારી જાતને પ્રેરણા આપી શકે.
0 Comments
જો તમને ગમ્યું તો તમારા ગમતા લોકો સાથે શેર કરો...